હિમાલયના ૮૦૦ વર્ષ પ્રાચીન સમર્પણ ધ્યાન સંસ્કાર ગ્રહણ કરવા નિઃશુલ્ક મહાશિબિર 2020



Samarpan-dyan-shibir
સમર્પણ ધ્યાન મહાશિબિર


ગુરૃતત્ત્વયુ-ટયુબ/ગુરૃતત્ત્વ  પર ર૩ થી ૩૦ ડિસેમ્બરના સવાર અને સાંજે  ૬.૦૦ વાગ્યાથી ૮.૦૦ વાગ્યા સુધી મહાશિબિરનું નિઃશુલ્ક જીવંત પ્રસારણ આયોજીત કર્યુ છે. આ કાર્યક્રમનું પુનઃપ્રસારણ સાંજે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી કરવામાં આવશે. મહાશિબિરની તમામ સૂચનાઓ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી નિયમિત રીતે આપવામાં આવશે.

વર્ષ-ર૦ર૦ ભલે પૂરૃં થવાનું હોય, પરંતુ કોરોના મહામારી સામેની વૈશ્વિક લડાઈ હજી યથાવત છે. આ પડકારજનક સમયમાં પોતાને શાંત રાખવાનો સૌથી સરળ માર્ગ છે. નિયમિત ધ્યાન, હિમાલયનો આ ધ્યાન સંસ્કાર ૮૦૦ વર્ષ પ્રાચીન છે જેને પ્રત્યેક મનુષ્ય કોઈપણ પ્રકારની જટિલ પ્રક્રિયા કે કઠોર સાધના વગર પ્રાપ્ત કરી શકે છે. 'મહાશિબિર' જીવંત સદ્ગુરૃ સાનિધ્યમાં આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનો એક સુવર્ણ અવસર છે.



આ આઠ દિવસમાં સદ્ગુરૃ શિવકૃપાનંદ સ્વામીજી આધ્યાત્મના ગુઢ રહસ્યને સરળ અને સહજ ભાષામાં આપની સમક્ષ રજૂ કરશે. જે તેમણે ૬ દાયકાઓથી પણ વધુ સમયની સાધનાથી પ્રાપ્ત કર્યુ છે.

આ દરમિયાન લોકોને પ્રત્યેક દિવસ સદ્ગુરૃ શિવકૃપાનંદ સ્વામીજી અને અન્ય લાખો લોકો સાથે સામૂહિક ધ્યાન કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થશે. કહેવામાં આવે છે કે, એક લાખ દિવસ એકલા ધ્યાન કરવું અને એક દિવસ એક લાખ લોકોની સામૂહિકતામાં ધ્યાન કરવું, એ બન્ને સમાન છે.

'ગુરૃતત્ત્વ' શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એક વૈશ્વિક મંચ છે, જે પ્રત્યેક મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે અવિરત કાર્યરત છે. ગુરૃતત્ત્વ સ્વયં શિવકૃપાનંદ સ્વામીજીના તત્ત્વાધાનમાં મહાશિબિરનું આયોજન કરે છે. જેના માધ્યમથી લાખો મનુષ્ય હિમાલયના આ અનમોલ ધ્યાનની અનુભૂતિ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત કરે છે.




કોરોના જેવી વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ચો તરફ નકારાત્મક માહોલ છે. લોકડાઉનમાં તનાવમૂક્ત રહે અને એમને સકારાત્મક વાતાવરણ પ્રાપ્ત થાય એ હેતુથી સદ્રુરુ શિવકૃપાનંદ સ્વામીજીની પ્રેરણાથી ઓનલાઈન 8 દિવસ સમર્પણ ધ્યાન મહાશિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ર૩ થી ૩૦ ડિસેમ્બર સુધી સવાર અને સાંજે 6  કલાકે યુટ્યુબની ગુરૃતત્ત્વ પર પ્રસારણ થશે. સમર્પણ ધ્યાનયોગના પ્રેરણા સદ્રુરુ શિવકૃપાનંદ સ્વામીજી સમજાવે છે કે સમર્પણ ધ્યાન એ ધ્યાનની કોઈ પદ્ધતિ નથી પણ એક સંસ્કાર છે.

નિયમિત રીતે અડધો કલાક એમ આત્મભાવના અહેસાસ સાથે ધ્યાનના સતત અભ્યાસના પરિણામ સ્વરૂપે વ્યક્તિનની આસપાસ આભામંડળરૂપી સુરક્ષા કવચનું નિર્માણ થઈ શકે છે, જેના થકી કોઈ પણ મુશ્કેલીના સમયમાં સુરક્ષિત રહી શકાય છે. આજે વિજ્ઞાનના યુગમાં આવા આભામંડળ કે ઓરાને વિવિધ મશીનો દ્વારા જોઈ શકાય છે, જાણી શકાય છે.


સમર્પણ મહાશીબીર દરમિયાન પૂજ્ય સ્વામીજીના ફોટા 'સામાન્ય' કેમેરા દ્વારા લેવામાં આવ્યા હતા.



શ્રી સ્વામીજીના યુકે (UK)માં કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા લેવામાં આવેલા આભામંડળ ફોટા





અન્ય લિંક 





समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें