તા.23-12-2020 થી 30-12-2020 સુધી યુ-ટ્યુબ પર સમર્પણ ધ્યાન યોગ શિબિર



સમર્પણ ધ્યાનયોગ સંસ્કારના પ્રણેતા સદ્દગુરૃ શિવકૃપાનંદ સ્વામીજીએ હમણાંના પોતાના એક સંદેશમાં કહ્યું, 'વર્તમાન સમય' એક અલગ જ સમયકાળ છે. આવો સમય તમારા જીવનમાં આવ્યો નથી અને હવે પછી આવશે નહીં. પ્રત્યેક દિવસ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે આ દિવસોમાં જો તમે ભીતર જશો તો ભીતર વધુ ભીતર ઊતરતા જશો અને જો બહાર જશો તો બહાર વધુ બહાર જતા રહેશો.

સકારાત્મક સામૂહિકતા સાથે જોડાવાની પ્રેરણા આપતા આગળ જણાવે છે, 'તમે કેવી સામૂહિકતા સાથે જોડાઓ છો અને તમારૃ ચિત્ત ક્યાં છે, બધું જ આ બે વાત પર નિર્ભર છે. તમારૃં ચિત્ત અંદરની દિશામાં પ્રયાણ કરે એટલે વારંવાર શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમય તો પૂર્ણિમાની રાત્રિનો સમય છે. પૂર્ણિમાની રાત્રે એક જ ચંદ્રમા હોય છે. પરંતુ તેનો સકારાત્મ અને નકારાત્મક પ્રભાવ હોય છે. એ પ્રિયતમાની વિખૂટા પડેલા પ્રેમીને દુઃખી કરી દે છે અને જે પ્રિયતમાની સાથે છે, તેને આનંદથી ભરી દે છે. એટલે જ આ સમયે પરમાત્મારૃપી પ્રિયતમાની સાથે રહો.'

એમની પ્રેરણાથી આગામી તારીખ 23 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધી દરરોજ સાંજે 6 વાગે થી યુ ટ્યુબ પર સમર્પણ ધ્યાન યોગની વેબસાઈટ પર 'સમર્પણ ધ્યાન મહાશિબિર શિરડી 2018 નું પ્રસારણ કરવામાં આવશે. સદ્દગુરૃ શિવકૃપાનંદ સ્વામીજી સમજાવે છે, 'મહાશિબિર તો એક માર્ગ છે, જેના દ્વારા ગુરૃશક્તિઓ તમારા ઘર સુધી પહોંચી રહી છે, બસ હ્ય્દયના દ્વારા ખુલ્લા રાખો, રોજ ૩૦ મિનિટ નિયમિત ધ્યાન કરો.' શિબિરમાં વિષયમાં વિશેષ માહિતી મેળવવા અને શિબિરનો લાભ લેવા માટે સમર્પણ ધ્યાનયોગની મુલાકાત લઈ શકો છો. 


समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

3 टिप्‍पणियां: