પ્રાર્થનાધામનો ઇતિહાસ


 પ્રાર્થનાધામનો ઇતિહાસ

પરમ પૂજ્ય સ્વામીજીની પ્રથમ શિબિરનું આયોજન ૮ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ અરવિદ આશ્રમ, નવસારીમાં પ્રાણિક હીલિગ ફાઉન્ડેશન. નવસારી દ્વારા થયું હતું. એ શિબિરમાં અંદાજે ૨૦૦થી પણ વધાર સાધકો આસપાસનાં ગામડાં અને નવસારી શહેરથી આવ્યા હતા. આ પૂજ્ય સ્વામીજીની સૌથી પહેલી મોટી શિબિર હતી કે જેમાં એમના દ્વારા આટલી મોટી સંખ્યામાં એકસાથે સાધકોનાં ચક્રોનું શુદ્ધિકરણ તથા કુંડલિની શક્તિની જાગૃતિ થઈ રહી હતી. સ્વામીજી સૌની દૂષિત અને રોગિષ્ટ ઊર્જા ગ્રહણ કરતા હતા, તો એ ઊર્જાને કિંલયર કરવા માટે અમે સ્વામીજીને સવારે દાંડીના દરિયાકિનારે લઈ જતા હતા. ત્યાં આગળ પૂજ્ય સ્વામીજી ખારા પાણીમાં બે બે કલાક ઊભા રહીને પોતાને કિલયર કરતા હતા. એમના શરીરની ગરમી ઓછી થાય એ માટે અમે રાત્રે એમના પગના તળિયે ગાયનું ધી વસતા હતા. ત્યાર પછી પૂજ્ય સ્વામીજી પાછા મુંબઈ ગયા અને પછીથી તો લગાતાર શિબિરો પર શિબિરો ચાલતી ગઈ. પૂજ્ય સ્વામીજી એમના સ્વાસ્થ્યની ચિતા કર્યા વગર પોતાના ગુરુના કાર્યમાં મગ્ન હતા.

આવા સમયે કરમસદમાં શિબિરનું આયોજન થયું હતું. પૂજ્ય સ્વામીજી નવસારી આવ્યા. મારી સાથે નૈમિષાબેન અને રામભાઈ કારમાં નવસારીથી કરમસદ આવી રહ્યાં હતાં. રસ્તામાં ભરૂચ હાઇવે પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં રીકાયાં હતાં. પૂજ્ય સ્વામીજીને બધાની દૂષિત ઊર્જાથી જે તકલીફ પડતી હતી, એમાંથી છુટકારો કેવી રીતે મળે એ વાત પર અમારી ચર્ચા ચાલી રહી હતી. ત્યારે અમે પ્રાર્થનાનો સુઝાવ મૂકયો. તો પૂજ્ય રવામીજીએ કહ્યું, “હું બીજા માટે બધું જ કરી શકું છું પણ મારા પોતાના માટે પ્રાર્થના નથી કરી શકતો.” પછી અમે પૂછ્યું’ “તો આપના માટે કોણ પ્રાર્થના કરી શકે? શું અમે સાધકો આપના માટે કંઈ કરી શકીએ? કંઈક માર્ગદર્શન આપશો.” થોડીવાર પછી એમણે જણાવ્યું, “માત્ર મારા સ્વાર્થ માટે તમે કંઈ કરો એવું હું નથી ઇચ્છતો." ત્યારે અમે સુઝાવ મૂકયો કે પહેલા અમે વિશ્વની શાંતિ માટે પ્રાર્થના કરીશું અને પૂરી માનવજાતિ માટે પ્રાર્થના કરીશું. એના પછી અમે અમારા સદગુરૂના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીશું. એ વખતે અમે અમારા પ્રાણપ્રિય અને વહાલા ગુરુદેવ માટે પ્રાર્થના લખી અને શિબિર પછી બધા સાધકોને ધ્યાન બાદ આ પ્રાર્થના કરવાની વિનંતી કરી. જ્યાં જ્યાં શિબિર થઈ હતી, ત્યાં ત્યાં સામૂહિક ઘ્યાન ચાલતું હતું. ત્યાં પ્રાર્થના કરવાની શરૂ થઈ.


એ વખતે ઘણા સાધકો પૂજ્ય ગુરુદેવને મળવા માટે આવતા હતા અને પોતપોતાની સમસ્યા જણાવતા હતા. અને દરેક વખતે પૂજ્ય ગુરુદેવે એમને કિલયર (શુદ્ધ) કરીને સ્વયંના ઑરાને પણ કિંલયર કરવો પડતો હતો. પછી બિલિમોરા અને અબ્રામા ગામમાં ૨૦૦૧ની સાલમાં જ્યારે શિબિર થઈ, તે વખતે સતત શિખિરોને લીધે દૂષિત ઊર્જાની ઘણી તકલીફ તેઓ વેઠી રહ્યા હતા. એ અમારાથી જોવાનું નહોતું. તેમને એકાંત જોઈતું હતું પણ હિમાલય જેવું એકાંત સંસારમાં કેવી રીતે મળે ને? એ વખતે શ્રી રમેશભાઈ કંસારાએ નવસારીના આશાબાગમાં આવેલો પોતાનો બગલો પૂજ્ય રવામીજીને રહેવા માટે આપ્યો. કોઈને એમના સ્થાનની ખબર નહોતી. અને તેઓ ખાલી સવાર-સાજ દરવાજાની બહાર ટિફિન મૂકીને આવતા રહેતા.


ગુરૃપૂર્ણિમા, ૨૦૦૧ દરમિયાન નવસારીના એક ચિત્રકાર સાધક શ્રી પ્રભાકરભાઈ શર્માએ પ્રથમવાર દાદાગુરુ શ્રી શિવબાબાની છબીનું ચિત્ર પૂજ્ય ગુરુદેવ પાસેથી વર્ણન સાંભળીને તૈયાર કર્યુ, જેનું અનાવરણ ૨૦૦૧ની ગુર્પૂર્ણિમામાં થયું, જે પ્રથમવાર તીધરાવાડી, નવસારીમાં આયોજિત થઈ હતી.


ગુરૃપૂર્ણિમા પછી પૂજ્ય રવામીજીનો બીજો પ્રવાસ યુ.કે. તરફ હતો. એ વખતે સાધકોની સમસ્યા દૂર કરવા માટ પ્રાર્થનાધામનો વિચાર આકાર લેવા માંડ્યો. પૂજ્ય ગુરૃદેવે કહ્યુ, “હું વિશ્વમાં ગમે ત્યાં રહું પણ સવારે છ થી સાત દરમિયાન હું ઘ્યાન કરીને મારુ ચિત્ત અહીં પ્રાર્થના ધામ ૫૨ રાખીશ. અને પ્રાર્થના માટે ચાર-પાંચ સાધકોની પસદગી કરવામા આવી. આશાબાગ બંગલામાં નીચેના માળે આગળના ઓરડામાં ઓફિસ અને પાછળના ઓરડામાં પૂજ્ય દાદાગુરુ શ્રી શિવબાબાની છબી સામેં પ્રાર્થના કરવાની શરૂ થઈ. સાધકો ફોન વડે કે રૂબરૂ આવીને પ્રાર્થના લખાવતા હતા. એના માટે પછી રજિસ્ટર બનાવવામાં આવ્યું અને પછી દરરોજ નિયમિતપણે સવારે છ થી સાતની વરચે પ્રાર્થના થવા લાગી. એ વખતં તં સાધકે પણ ધ્યાન કરવાનું રહેતું હતું. એ તમામ પ્રાર્થીઆંની સમસ્યા પૂજ્ય ગુરુદેવ ચિત્તશક્તિથી - ચેતન્યના માધ્યમથી દૂર કરતા હતા ધીરે ધીરે એને ખૂબ પ્રતિસાદ મળવા લાગ્યો અને અનો  બીજો ફાયદો એ થયો કે હવે લોકો ગમે ત્યારે આવીને પોતાની સમસ્યા માટે પૂજ્ય સ્વામીજીને પરેશાન કરતા નથી. આજે આ પ્રાર્થનાધામ વિશ્વના પ્રત્યેક મનુષ્ય માટે અમૂલ્ય ભેટ છે. જે અવિરત ચોવીસેક કલાક કાર્યરત રહે છે. દરરોજ ૨૦૦થી પણ વધુ પ્રાર્થનાઓ આવે છે. પ્રાર્થનાધામ દુનિયાના બધા મનુષ્યો માટે ખુલ્લું છે. ફોન અથવા ઇમેઇલથી (prarthnan.dham@gmail.com) પણ પ્રાર્થના નાધાવી શકાય છે. પ્રાર્થનાનું પરિણામ સો ટકા ત્યારે જ આવે છે જ્યારે પ્રાર્થના લખાવનાર વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પોતાની સમસ્યા પૂજ્ય સ્વામીને સમર્પિત કરે છે. (સ્વયં માટે જે યોગ્ય હોય એ ગુરુશક્તિઓની ઇગ્છાનુસાર ધટિત થાય, એવો ભાવ રાખીને સાધકોએ પ્રાર્થના લખાવવી જોઈએ.) છેલ્લા કેટલાક મહિનામાં ૯૦૦ ફોન પ્રાર્થનાધામ પ્રત્યે ફકત આભાર પ્રદર્શિત કરવા માટે આવ્યા છે. ઘણા બધા લોકોએ પ્રાર્થનાધામ થકી થયેલ અનુભૂતિઓ લિખિત રૂપે મધુચેતન્યમાં પ્રકાશિત કરવા માટે પણ મોકલી છે.

-શ્રી રૂપમ ચોકસી

-મધુચેતન્ય જુલાઈ - ઓગસ્ટ, 2017

1 टिप्पणी: