ચિત્તચોર

મનોરંજન કરવું સારી વાત છે. મનુષ્યને થોડું મનોરંજન આવશ્યક હોય છે. પરંતુ મનોરંજન વ્યસન ન બનવું જોઈએ. પહેલાં, બે ચાર મહિનામાં થિએટરમાં જઈને સિનેમા જોવાનું તો હજુ ઠીક હતું, પરંતુ હવે ટી.વી.ને કારણે રોજ જ ટી.વી. પર સીરિયલ જોવી વ્યસન જેવું છે. આજકાલની ટી.વી. સીરિયલ વ્યસન જેવી હોય છે. અને તે સીરિયલમાં શું દેખાડે છે - ગુસ્સો, ચીડ ચીડ, ઇર્ષ્યા, ટેન્શન, ષથંત્ર. એટલે કે જેમના જીવનમાં કોઈ ટેન્શન ન પણ હોય તેઓ પણ સીરિયલ જોઈને ટેન્શનમાં આવી જાય છે. તમે સદૈવ યાદ રાખો - તમે જે કામધંધો મૂકીને સીરિયલ જોઈ રહ્યા છો, એ સીરિયલ બનાવનાર એવું નથી કરતા. તેઓ તો પોતાનું કામ કરી રહ્યા છે. જેઓ સીરિયલમાં કામ કરે છે, તેઓ સ્વયં પણ પોતાની સીરિયલ નથી જોતા. સીરિયલના રૂપમાં - એક બીમારી જેવું ઘરે-ઘરે આવી ગયું છે. મનોરંજનને મનોરંજન સુધી જ સીમિત રાખો; તેને વ્યસન ન બનવા દો. લોકો સીરિયલને વ્યસનની જેમ જોઈ રહ્યા છે. જેમ કોઈ દારૂડિયાને દારૂ પીતી વખતે ટોકો તો તે ભડકી જાય છે, બરાબર એમ, સીરિયલ જોનારાઓને તે વખતે કંઈ
પણ પૂછો તો તે ભડકી જાય છે. તેઓ સીરિયલનો એક
શબ્દ પણ સાંભળવાનું કે જોવાનું ચૂકવા નથી માગતા.

આવું એટલા માટે થાય છે, કારણ કે જે સીરિયલ
જોઈ રહ્યા છે તેમાં ગુસ્સો કરનારાં, જોરજોરથી બોલનારાં જ પાત્રો હોય છે. ઘરમાં ભલે ને, બે જ વ્યક્તિ હોય તો પણ પરસ્પર કોઈ સંવાદ જ નથી થઈ શકતો. અને એવું જ મોબાઇલનું પણ થઈ ગયું છે. જેવી ધંટડી વાગે કે આપણે દોડીને મોબાઇલ ઉપાડીએ છીએ. આખો દિવસ મોબાઇલ લઈને ફરીએ છીએ. અમુક કંપનીઓમાં તો કામના સમયે મોબાઇલ સાથે રાખવાની પરમિશન જ
નથી હોતી. પોતાના પર નિયંત્રણ કેવી રીતે કરવું એ
તમે જ જાણો; પરંતુ પોતાના પર નિયંત્રણ રાખો, સદૈવ
યાદ રાખો, ‘મોબાઇલ કે મનોરંજન આપણા દાસ છે,
આપણે તેના દાસ નથી.’ જીવનમાં બધું જ નિયંત્રણમાં
હોવું જોઈએ. જીવનમાં કોઈ પણ વાતની અતિ ન થવા
દો.
મોબાઇલ તો એક છરી જેવો છે. તેનો સારો પણ ઉપયોગ કરી શકાય અને ખરાબ પણ ઉપયોગ કરી શકાય. આજે મોબાઇલ ટૉર્ચ, સંદેશ, કેલક્યુલેટર, કૅલેન્ડર, પંચાંગના કામમાં પણ આવે છે. મોબાઇલ ખરાબ નથી, કેવળ તેનો પ્રયોગ નિયંત્રણમાં થવો જોઈએ. તમે જુઓ, કોઈનો મોબાઇલ ખોવાઈ જાય તો તે એટલો વ્યાકુળ થઈ જાય છે જાણે તેનું હૃદય જ જતું રહ્યું હોય કે ખોવાઈ ગયું હોય. આ બધી વાતો તમારા ચિત્તને બહાર લઈ જનારી છે. આનાથી બચો. ‘ગુરુ’ સિવાય દુનિયામાં બધા ચિત્તચોર છે, જે તમારા ચિત્તને જાણે ચો૨વા માટે જ બેઠા છે. ગુરુ જ એક એવા માધ્યમ છે જે તમને તમારી સાથે મેળવે છે અને તમે એક શરીરમાત્ર જ નથી, એની અનુભૂતિ પણ કરાવે છે. આ અનુભૂતિથી જ તમને આત્મજ્ઞાન થાય છે. એ જ સાચું જ્ઞાન છે.

- મહર્ષિ શ્રી શિવકૃપાનંદસ્વામી 

સંદર્ભ : મધુચૈતન્ય - પ. પૂ. ગુરૂદેવના આશીર્વચન

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें