સમર્પણ ધ્યાનયોગની મહાશિબિર ઘરે બેઠા જુવો,જાણો વિગતો



આયુષ મંત્રાલય દ્વારા ધ્યાન કરવાની જનસમાન્યને મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી રહી છે,  ત્યારે સમર્પણ ધ્યાનયોગ દ્વારા લોકો ધ્યાન સાથે જોડાય તે હેતુથી ઓનલાઈન ધ્યાનયોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

સમર્પણ ધ્યાનયોગ એક અનુભૂતિ પ્રધાન સરળ ધ્યાન પદ્ધતિ છે.   જાતિ-ધર્મ-દેશ-ભાષાના ભેદભાવથી પર આ ધ્યાનયોગને આજે વિશ્વના 29 જેટલા દેશોના લોકોએ અપનાવ્યો છે.  

સમર્પણ ધ્યાનયોગ સંસ્કારના પ્રણેતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી સમાજમાં આવ્યા બાદ છેલ્લાં 22 વર્ષથી નિ:શુલ્ક રીતે લોકોને ધ્યાનયોગ શીખવી રહ્યા છે.  

આધ્યાત્મિક ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ અનેક વખત સંપૂર્ણ વર્ષને સમાજના વિવિધ વર્ગ માટે ફાળવ્યાં અને એમના માટે વિશેષ ધ્યાન શિબિરો આપી, જેમ કે યુવા વર્ગ,મહિલા,ખેડૂત, શિક્ષક,  ડોક્ટર, રક્ષક વગેરે તેમજ આ વર્ષ 2020 બાળકો માટે ફાળવવામાં આવ્યું છે. ઉપરાંત સાંસદો માટે પણ આયુષ મંત્રાલય થકી સ્વામીજી દ્વારા સમર્પણ ધ્યાનયોગની શિબિરનું સફળ આયોજન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નેપાળ સરકારે સ્વામીજીને વિઝિટ  નેપાળ - ૨૦૨૦ ગુડવીલ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરી છે.  

વિદેશોમાં પણ થિયોસોફિકલ સોસાયટી જેવી અનેક માનનીય સંસ્થા દ્વારા સ્વામીજીને પ્રવચન માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે. એવા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની પ્રેરણાથી  લોકડાઉનની પરિસ્થિતિમાં સહુને સકારાત્મક વાતાવરણ પ્રાપ્ત થાય તે હેતુથી એક મહાશિબિરનું પ્રસારણ કરવામાં આવનાર છે.  જેમાં વર્ષ 2018 શિરડી મહારાષ્ટ્ર ખાતે થયેલ મહાશિબિરમાં સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ આપેલ પ્રવચનોનો લાભ આપણે ઘેરબેઠાં મેળવી શકીએ છીએ.

આ શિબિર તારીખ 23 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધી દરરોજ સાંજે 6 વાગે યુટ્યુબના માધ્યમથી ઘરે બેઠા નિહાળી શકો છો. વર્તમાન સમયમાં વ્યાપેલી નકારાત્મકતામાંથી સ્વયંને સકારાત્મક દિશામાં વાળવા માટે આ અવસરનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

આ યુટ્યુબ લિંકના માધ્યમથી ઓનલાઇન ઘરે બેઠા નિહાળો લાઈવ

અહી ક્લિક કરો.

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

2 टिप्‍पणियां: