કર્મમુક્ત અવસ્થા


તમારા જીવનનો ઉદ્દેશ્ય કર્મ મુક્ત અવસ્થાને પામવાનો છે આ અવસ્થા તમારે તમારા જીવનકાળમાં જ પ્રાપ્ત કરવાની છે. એમને જ મોક્ષની સ્થિતિ કહેવાય છે એ પ્રાપ્ત થઈ ગયા પછી તમે કાર્ય કર્તા નથી તમારાથી કાર્ય થાય છે. તમારા હાથોથી વિશ્વની મનુષ્યતાને જોડવાનું એ મનુષ્યતાને જગાડવાનું કાર્ય થવાનું છે મોક્ષની સ્થિતિ મેળવવી જ તમારા જન્મ લેવાનો એક માત્ર લક્ષ્ય છે આ એક માત્ર લક્ષને પામવા એકમાત્ર માર્ગ છે -  સમર્પણ ધ્યાન સંસ્કાર ને ગ્રહણ કરવું અને એ સંસ્કારને પોતાની અંદર નિયમિત ધ્યાન કરીને વૃદ્ધિગત કરવું તદુપરાંત એમના માટે સામૂહિક ધ્યાનમાં જવું પણ અત્યંત આવશ્યક છે.

સમર્પણ ધ્યાન કરવાથી આપણને એક મોટી, સારી પવિત્ર અને શુદ્ધ આત્માઓની સંગત મળે છે અને બીજી બાજુ અનેક બીજા શરીરની સાથે રહીને પણ પોતાની જાતને અલગ રાખવાનો અભ્યાસ થાય છે જેમ કમળનું ફૂલ કીચડમાં રહે છે પણ છતાંય તે પોતાનું અલગ અસ્તિત્વ બનાવીને રાખે છે ઠીક એમની જેમ જ તમારે બધાની વચ્ચે રહેવાનું છે બધાની સાથે રહેવાનું છે પણ છતાંય પોતાનું અલગ અસ્તિત્વ બનાવી રાખવાનું છે.

અને આ મારાથી સંભવ બની શક્યું છે કારણ કે મેં આનો બાળપણથી જ અભ્યાસ કર્યો હતો. તમે પણ બાળપણથી આનો અભ્યાસ શરૂ કરી શકો છો તમે બાળપણથી જ ધ્યાન ના માધ્યમથી આ સાધનાની શરૂઆત કરી તો તમને તમારા જીવનમાં જલ્દી કર્મમુક્ત અવસ્થા એટલે કે મોક્ષની સ્થિતિ પ્રાપ્ત થઈ જશે.

અને પછી તમારું જીવન મનુષ્યતાને વૃદ્ધિગત અને ઉન્નતિ કરવા માટે વીતશે અને જેટલી જલ્દી પ્રાપ્ત કરશો આટલું તમારી આ અતિ ઉન્નત સ્થિતિનો લાભ માનવ સમાજને મળશે બીજું મોક્ષ એટલે મરવું નથી મોક્ષ એ ધ્યાન સાધનાની એ ઉચ્ચ અવસ્થા છે જ્યાં મનુષ્ય કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે આ અવસ્થા મને આજથી 40 વર્ષ પહેલાં પ્રાપ્ત થઈ ગઈ અને હું હજુ પણ જીવિત છું. પણ 40 વર્ષથી મારા જીવનનો લાભ સમગ્ર માનવતાને સહજરૂપથી મળી જ રહ્યો છે આવું એટલા માટે થઈ રહ્યું છે કેમકે આ ધ્યાનની અવસ્થા ઓછી ઉંમરમાં જ મેળવી લીધી.

હું મારા નિજી અનુભવથી કહી રહ્યો છું કે જો આ બધું હું કરી શકતો હોઉં તો તમે કેમ નહીં? તમે પણ આ બધું અવશ્ય પ્રાપ્ત કરી જ શકો છો. મને તમારી પર સંપૂર્ણ વિશ્વાસ છે તમે પણ આ બધું પ્રાપ્ત કરશો જ અને આ જ તમારા જીવનનું લક્ષ્ય છે મને તમારું લક્ષ્ય યાદ છે તમને નહીં, એટલા માટે ખરા સમયે એ યાદ તમને આપી રહ્યો છું.

Navyug ki aur by Shree Shivkrupanand Swami | Gurutattva

Buy from amazon

Buy from tattvatrends.com

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें