વિશ્વસામુહિક ભય થી પોતાને દૂર રાખો - આશીર્વચન


મધુર્યતન્ય, જાન્યુઆરી/ફેબ્રુઆરી/માર્ચ ૨૦૦૩
આજે વિશ્વમાં યુધ્ધના વાદળો મંડરાઇ રહ્યા છે. અને આજે આખુંય વિશ્વ યુધ્ધની આશંકાઓથી ભયભીત છે. પ્રત્યેક યુધ્ધના પરિણામથી માનવ પૂર્ણતઃ પરિચિત છે, છતાંય પોતાની મહત્વકાંક્ષાઓને ધર્મનું અથવા રાષ્ટ્રહિતનું નામ આપી યુધ્ધની શરુઆત કરે છે. પોતાના નિજી સ્વાર્થને માટે માનવહિતની બલિ ચઢાવી રહ્યો છે.

અને મિડીયાના સશક્ત માધ્યમને કારણે બે દેશોનું યુધ્ધ આખા વિશ્વને એવો અનુભવ કરાવે છે, માનો કે આપણે બધાય યુધ્ધથી જોડાયેલાં છીએ, મિડિયાના સશક્ત માધ્યમથી વિશ્વ-સામુહિકતામાં એક ભયનું વાતાવરણ વ્યાપી જાય છે. આ મિડિયાના સશક્ત માધ્યમનો દોષ છે. જ્યારે વિશ્વમાં બનેલી સારી ઘટનાઓને વિશ્વ સુધી પહોંચાડતા કેટલાય વર્ષો લાગી જાય છે. આપણો રસ યુધ્ધ અને દુર્ઘટનામાં હોવાને કારણે આવાં જ સમાચારો આપણને આપણા માધ્યમો પીરસતા હોય છે. માટે આ સમયે બધાં જ સાધકોને સૂચના આપવામાં આવે છે કે, આ વિશ્વસામૂહિક ભયથી પોતાને દૂર રાખે અને આવી વાતો પર વધુ ચિત્ત ન ચોંટાડે. કેમ કે આનાથી કોઈ સારી ઉર્જાશક્તિ તેમને નહીં મળે. માટે જ જો ખરેખર આપ વિશ્વકલ્યાણ માટે ચિંતિત હોય તો, ‘‘પિડે બ્રહ્માંડે, બ્રહ્માંડે પિંડે ” આજે આપ આવી બધી જ બાબતોમાંથી ચિત્તને હટાવી, ધ્યાનમાં સ્થિર કરો. જેથી ઓછામાં ઓછું આપની આસપાસ તો આપ એક નાનું એવું વિશ્વ નિર્માણ કરી શકો, જે વિશ્વના સામૂહિક ભયથી દૂર શાંત, પ્રસન્ન અને ભય રહિત એટલું જ નહીં સુરક્ષિત પણ હોય.

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें