ગુરુદક્ષિણા


ઘણીવાર સમાજમાં લોકો પૂછતા હોય છે કે, સમાજમાં આટલા બધા ગુરુઓની શું જરૂર છે? કોણ ક્યા સ્તર પર છે શું ખબર? માટે અમે કેવી રીતે જાણી શકીયે કે અમારા ગુરુ કોણ છે? માટેજ લોકોએ સમાધિસ્થ ગુરુને પ્રાર્થના કરવી જોઇએ, તો સમાધિસ્થ ગુરુતત્વનું વર્તમાનરુપ આપના જીવનમાં અનાયાસે આવી જશે અને તેને મેળવી આપની જીવનની શોધ સમાપ્ત થઇ જશે. અને રહી વાત ગુરુના સ્તરની, અત્યારે વિજ્ઞાન એટલું વિકસીત થઇ ગયું છે કે ગુરુનું આધ્યાત્મિક સ્તર પણ જાણી શકાય છે. હવે તો કેરલિયન કેમેરાની ફોટાગ્રાફીથી ફોટો લઇને પણ વ્યકિતના આધ્યાત્મિક સ્તરનું પરીક્ષણ થઇ શકે છે.




મારી પર પણ યુ. કે. ના સાધકોએ એકદમ વિશ્વાસ નહોતો ર્યો, જ્યાં સુધી મશીન દ્વારા મારા આભામંડળ (ઓરા) નું પરિક્ષણ ન્હોતું કર્યુ. એટલે કે આને પણ જોઈ શકાય છે. હવે રહી વાત પ્રચાર માટેની આવશ્યકતાની, તો સમર્પણ ધ્યાન અનુભૂતિ પર આધારિત છે. અને ઇશ્વરીય અનુભૂતિ પૈસાથી નથી ખરીદી શકાતી, અને ન તો પ્રયત્નોથી પ્રાપ્ત કરી શકાય છે. માટેજ સમર્પણ ધ્યાન શીખવા માટે સાધકોને પ્રયત્નો નથી કરવા પડતા કે, ન તો પૈસાનો ખર્ચ કરવો પડે છે. આ નિઃશુલ્ક છે કેમકે ઇશ્વરીય શકિત ખરીદી નથી શકાતી.

ઇશ્વરીય અનુભૂતિ ઇશ્વરીય કૃપા છે, એ બસ થઇ જાય છે. આ પ્રકારે જ્યારે ગુરુકૃપામાં જો ઈશ્વરીય અનુભૂતિ પ્રાપ્ત થઈ હોય છે તો તે ફક્ત ગુરુકૃપામાં છે, એ પરમાત્માનો પ્રસાદ છે. અને તે પ્રસાદ આપણને વહેંચવા માટે આપેલો છે માટે જ પ્રાપ્ત ગુરુકૃપા માટે આપણે પ્રસાદ ખેંચીને ‘ગુરુદક્ષિણા’ ના રુપમાં આપીએ છીએ. કેમકે ગુરુદક્ષિણા આપ્યા વગર સાધના ક્યારે પણ સિધ્ધ નથી થઈ શકતી.

પહેલાના માણસો કહેતા હતા કે, “પુત્ર જન્મ વગર મોક્ષ પ્રાપ્ત નથી થતો” તો સામાન્ય માણસે આનો અર્થ કર્યો કે એક પુત્રનો પોતાની પત્ની દ્વારા જન્મ કરાવવો. વાસ્તવમાં જ્યારે મોક્ષ આત્માને થાય છે, તો પુત્ર પણ આત્માને જ થશે. એટલે કે તે લોકો શરીરરુપી પુત્રની વાત નથી કરતા. એ વાત કરે છે, આપના દ્વારા એક વધુ આત્માનો જન્મ થવાથી આપને મોક્ષ મળશે.

એટલે કે, આપ જે ઇશ્વરીય અનુભૂતિ પ્રાપ્ત કરી છે તે એક બીજા મનુષ્યને આપવી અને એક બીજા આત્માનો જન્મ થવો. બધી વાતોના ખુબ ઊંડા અર્થ હોય છે. મનુષ્ય સદૈવ પોતાની સુવિધા અનુસાર જ તેના અર્થ લગાવે છે. આપે ધ્યાનનો પ્રચાર કરી ઓછામાં ઓછી, એક વ્યક્તિને ધ્યાન શીખવવું એજ પોતાના ગુરુને સાચી “ગુરુદક્ષિણા” છે. ગુરુદક્ષિણા આપવી એ પ્રત્યેક સાધકનું કર્તવ્ય છે. હું પણ આ કર્તવ્યના કારણે જ સમાજ માં આવ્યો છું નહીં તો હિમાલયમાં જ રહેતો હોત.
                                                               આપના                                                           બાબાસ્વામી

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें