પરમાત્મા ની ભાષા


એકવાર એક ગુરુદેવના સાંનિધ્યમાં મને સંદેશ પ્રાપ્ત થયો, એ આ પ્રમાણે હતો,“પરમાત્મા એક છે, પરમાત્મા સૌની માતા છે. પરમાત્મા સમયે સમયે પોતાના બાળકોથી સંદેશ દ્વારા સંપર્ક કરતા રહેતા હોય છે. પરમાત્માની પોતાની ચૈતન્ય શક્તિની ભાષા છે જેમાં શબ્દ નહી પણ ફક્ત અવાજ છે અને તે અવાજથી પ્રાપ્ત ચૈતન્ય છે. અને પરમાત્મા પોતાની આજ ચૈતન્યની ભાષાથી જ સંપર્ક કરે છે એ બધા સાથે એક જ ભાષામાં વાત કરે છે પરંતુ મનુષ્ય હંમેશા ભુતકાળના, નહીં તો ભવિષ્યના વિચારોમાં ખોવાયેલો હોય છે. હંમેશા નકારાત્મક વિચાર અને સકારાત્મક વિચારમાં વ્યસ્ત હોય છે. અને પોતાના જ વિચારોમાં વ્યસ્ત હોવાને કારણે આનાપર પરમાત્માના આ સંદેશને સાંભળી નથી શકતો. પરમાત્માના સંદેશને
સાંભળવા માટે નિર્વિચાર સ્થિતિ હોવી આવશ્યક છે. અને ધ્યાન દ્વારા નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. નિર્વિચારતાની સ્થિતિમાં ગયા પછી પરમાત્માની ભાષા એક શાશ્વત ભાષા છે જ પ્રત્યેક જન્મમાં સમાન હોય છે એક સરખી હોય છે. બાકીની ભાષાઓ તો મનુષ્યોએ બનાવી છે જે અલગ અલગ હોય છે. મનુષ્યની ભાષામાં શબ્દ છે. પરમાત્માની ભાષામાં શબ્દ નથી ‘નાદ’ છે ‘અવાજ’ છે.
ફક્ત નિર્વિચાર સ્થિતિ જ એ સ્થિતિ છે, જે આપની ઉર્જાને બચાવે છે. અને નિર્વિચાર સ્થિતિ જેમાં પરમાત્માના સંદેશ આપણને સાંભળવા મળે છે. પરમાત્માની ભાષાનો આવાજ આપણને સાંભળવા મળે છે પછી તમારી બહારી ભાષા કોઇ પણ હોય, તમારો ધર્મ કોઇ પણ હોય, તમારી જાતિ કોઇ પણ હોય, તમારો દેશ કોઇ પણ હોય. પરમાત્મા એકજ છે અને બધાજ મનુષ્યો પરમાત્માના બાળકો છે. પરમાત્મા હંમેશા આપથી સંપર્ક કરવા આતુર રહેતો હોય છે. આપણને જ આપણા વિચારોથી ફુરસદ નથી મળતી કે આપ એમની વાત સાંભળો. “હવે પરમાત્માની ભાષાનું જ્ઞાન કરાવવાનો આદેશ મને ગુરુદેવે આપ્યો અને કહ્યું, “સમાજમાં જા અને બધાને કહે પરમાત્મા એક છે. સૌ પરમાત્માનાં બાળકો છે. પરમાત્માની ભાષા એકજ છે. પરમાત્મા આપને મળવા માટે, વાતો કરવા માટે આતુર છે. હવે બસ તમે તમારા વિચારોથી મુક્ત થઈ જાવ જેથી પરમાત્માની ભાષા તમારી સમજમાં આવે પરમાત્મા બધા મનુષ્યો સાથે એકજ ભાષામાં વાત કરે છે. પરમાત્મા એક છે માટે પરમાત્માની ભાષા એક છે.પરમાત્માની ભાષા આમ નથી સંભાતી, કેવળ પવિત્ર હૃદયથી સાંભળી શકાય છે. સમાજમાં જા અને પરમાત્માની ભાષાનો પ્રચાર કર.”

આપના
બાબાસ્વામી

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें