મોક્ષનો માર્ગ ગુરુકાર્ય - આશીર્વચન



ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિમાં શરીરના દોષોનો ભાવ પણ ઘટવા લાગે છે. ત્યાર બાદ આગળ જતા આત્માના સ્તર પર કાર્ય થવા લાગશે તેવે સમયે આત્માના સ્તર પર પણ શક્તિઓ પ્રાપ્ત થવા લાગશે.જ્યારે સંપૂર્ણ આત્મભાવ જાગૃત થશે ત્યારે પૂર્વ જન્મની સંચિત સાધનાથી પ્રાપ્ત શક્તિઓ પણ બહાર આવી જશે. 

આ બધી જ શક્તિઓને પ્રાપ્ત કરવાનું માધ્યમ ગુરુકાર્ય છે, પણ શર્ત એ છે કે ગુરુકાર્ય આધ્યાત્મિક સ્તર પર થવું જોઈએ.

૧) ગુરુકાર્ય જીવનનું સર્વશ્રેષ્ઠ કાર્ય હોવું જોઈએ.

૨) ગુરુકાર્ય સ્વયંમની પ્રેરણા અને સ્વયંમની ઇચ્છાથી થવું જોઈએ.

૩)ગુરુકાર્ય શરીરની સંપૂર્ણ શક્તિ તથા પૂર્ણ એકાગ્રતાથી કરવું જોઈએ.

૪) ગુરુકાર્ય સ્વેચ્છાથી થવું જોઈએ.

૫) ગુરુકાર્ય નિસ્વાર્થ ભાવથી થવું જોઈએ.

૬) ગુરુકાર્ય પોતાના આત્મભાવથી થવું જોઈએ.

૭) ગુરુકાર્ય કરતી વખતે આપણું ચિત્ત ગરુના ચરણોમાંજ સ્થિત હોવું જોઈએ.

૮) ગુરુકાર્ય શુધ્ધ તથા પવિત્રચિત્તથી કરવું જોઈએ.

૯) વિશ્વચેતના પર ચિત્ત રાખી કાર્ય સંપન્ન થવું જોઈએ.

૧૦) ચિત્તની સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં ગુરુકાર્ય થવું જોઈએ.

૧૧) ગુરુકાર્ય કરતી વખતે નિર્વિચાર સ્થિતિ હોવી અત્યંત આવશ્યક છે.

૧૨) ગુરુકાર્ય બીજાને બતાડવા માટે ન કરવું જોઈએ.

૧૩) ગુરુકાર્ય ગુરુના સુક્ષ્મશરીરના સાનીધ્યમાં થવું જોઈએ.

૧૪) ગુરુકાર્ય કરતી વખતે આત્મશાંતિનો અનુભવ થવો જોઈએ.

૧૫) ગુરુકાર્ય અનીચ્છાથી ન થવું જોઈએ.

આમ આ પ્રકારે આપણે સમજી શકીએ છીએ કે ગુરુકાર્યમાં આત્મા, શરીર અને ચિત્તનો સંગમ હોવો જરૂરી છે. 
 - આપના
    બાબા સ્વામી

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें