પ્રેમ નું માળખું - આશીર્વચન


અંદરના 'માનવ'ની જાગૃતિથી જે વહે છે તે પ્રેમ. માનવીના અંતરમાંથી જેટલો અધિક પ્રેમનો વિકાસ થશે તેટલા તેના પ્રેમભર્યા સંબંધો અનેક આત્માઓ સાથે થશે.

મનુષ્ય સૌ પ્રથમ કોઈ એક સાથે પ્રેમથી જોડાય છે તે ભલે પછી માતા, પત્નિ અથવા બાળક હોય. પોતાનાથી પણ વધુ પ્રેમ તે વ્યક્તિને કરતો હોય છે. ત્યાર બાદ આ પ્રેમનું માળખું મોટું થતું જાય છે. ધીરે-ધીરે પરિવાર, સમાજ, ગામવાસી, પ્રદેશવાસી, દેશવાસી અને પછી માનવસમાજ પ્રત્યે જ પ્રેમ થવા લાગે છે. આ એક આત્મિક પ્રગતિના વિકાસની સીડી છે. પરંતુ એક માનવી ચાહે તો એ સઘળી માનવજાત સાથે પ્રેમ કરે, પ્રત્યેક જીવજંતુ સાથે પ્રેમ કરે. તો તે કાર્યક્ષેત્ર સુધી એક જન્મમાં પહોંચવાનું શક્ય નથી. હા,પરંતુ એક જન્મમાં કોઈ સદગુરૂ સુધી પહોંચી શકાય છે, જે પ્રત્યેક જન્મોમાં,પોતાની સાથે ગુરૂકૃપાથી જોડાયેલા હોય.

એવા એક સદગુરૂ સાથે જોડાવવા માત્રથી આપણે ધીરેધીરે એ સમસ્ત વિશાળ કાર્યક્ષેત્રની કક્ષામાં પહોંચી શકીએ છીએ જે આપણે એક જન્મમાં ક્યારેય નહી પહોંચી શક્યા હોત. કારણકે તે કક્ષામાં પહોંચ્યા બાદ જીવનની એકએક પળ પણ સકારાત્મક ઉર્જા લઈને આવતી હોય છે અને સકારાત્મક ઉર્જાશક્તિ જ આપણને બહારની વિશ્વ ઉર્જારાક્તિ સાથે જોડે છે.
જેના દ્વારા આપણા સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ સધાય છે.....

- આપના
  બાબા સ્વામી





समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें