બ્રહ્માંડે પિંડે, પિંડે બ્રહ્માંડે - આશીર્વચન

મધુચૈતન્ય, જુલાઈ/ઓગસ્ટ/સપ્ટેમ્બર - ૨૦૦૧

આજ કાલના વર્તમાન સમયમાં આપણે સર્વ આસપાસના વાતાવરણથી પરેશાની અનુભવી રહ્યા છીએ. સમાજમાં વ્યાપેલી બૂરાઈઓ, અપરાધ, નાની પ્રવૃત્તિ, જાતિભેદ, ધર્મભેદ, અશાંતિથી આપણે પરેશાન છીએ. અને તેને દૂર કરવાનો રસ્તો શોધી રહ્યા છીએ. જ્યારે આપણને માર્ગ નથી મળતો ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ.

‘બ્રહ્માંડ પિડે, પિંડે બ્રહ્માંડે”

આ સર્વનો એક માત્ર ઉકેલ છે. આપણે ફક્ત પોતાની જાતને સુધારી લઈએ જેનાથી સમાજ, રાષ્ટ્ર, વિશ્વ સુધરી જશે. આપણે પોતાને છોડી બીજાને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ આવશ્યકતા છે સ્વયંને સુધારવાની. તેનો માર્ગ છે આત્મજ્ઞાન. જ્યારે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લો છો ત્યારે આત્માનો પ્રકાશ તમને પ્રાપ્ત થાય છે. ત્યારે બધું જ સ્પષ્ટ દેખાવા લાગે છે. શું સારું છે, નરસું છે? શું કરવું જોઈએ ? શું સત્ય છે, શું અસત્ય છે? સર્વ કંઈ સમજવા માટેનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે.
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્માને ઓળખવો જરૂરી છે. આત્માને જાણવા માટે આત્મસાક્ષાત્કાર આવશ્યક છે. અને આત્મસાક્ષાત્કાર કરવા માટે એક સદગુરુ આવશ્યક છે. આપણા જીવનની શોધ જ સદગુરુની શોધ છે. સદગુરુની કૃપાથી આપણને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ફક્ત બીજ પ્રાપ્ત કરવાથી કશું નથી વળતું. એક બીજને પાણી વગેરે આપી વધારવું પડે છે. ગુરુ પ્રતિ સમર્પણરૂપી પાણી સિંચવાથી જ બીજમાંથી વૃક્ષ નિર્માણ થાય આ સર્વ “ધ્યાનયોગ” દ્વારા સંભવ છે.

આપના,
બાબા સ્વામી 

https://www.bspmpl.com


समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें