સ્ત્રી શક્તિ (કુંડલિની શક્તિ )


વિશ્વમાં એક ચેતના શક્તિ છે જેને આપણે વિશ્વચેતના અથવા કુંડલિની શક્તિ કહીએ છીએ. આ જ વિશ્વચેતના શક્તિ જ છે જે પ્રત્યેક સમયે વિદ્યમાન રહી આખાય જગતમાં ચેતનાશક્તિના સ્વરૂપે ક્રિયાન્વિત રહે છે. આ શક્તિ ને જ આપણે પરમાત્મા, ગોડ, ઈશ્વર, ભગવાનના રૂપે સંબોધિત કરીએ છીએ. અને આ શક્તિ જે જે શરીરોના માધ્યમથી વિશ્વમાં અવતરિત થઈ છે તેને આપણે ઈશ્વરનો અવતાર કહીએ છીએ. અવતારને સમયે આજ પ્રેરણા શક્તિ સ્ત્રી-સ્વરૂપા હતી. જેમ શ્રીરામના સમયે સીતાજી તેમની પ્રેરણા હતી અને કૃષ્ણના સમયે રાધા.
આમ આપણે આ પ્રમાણે સમજી શકીએ કે સ્ત્રી શરીરની રચના વિશ્વચેતનાને ગ્રહણ કરવા અને બીજાને ક્રિયાન્વિત કરવા માટે યોગ્ય માધ્યમ છે. આવશ્યકતા છે કે સ્ત્રીને તેની શક્તિનો અહેસાસ કરાવવાની. તે શું છે અને તે શું કરી શકે છે બસ આ વાતનો અહેસાસ કોઈ કરાવી આપે તો તેની અંદરની ચેતના શક્તિ જાગૃત થાય છે.અને તે ક્રિયાન્વિત થાય છે અને આખો સમાજ તેનાથી લાભાન્વિત થઈ શકે છે. સ્ત્રીઓમાં એક સ્ત્રી સુલભ ગુણ છે જે તેને પ્રાપ્ત છે તેને બધામાં વહેંચવું આ ગુણોના કારણે જ તે પ્રેરણાદાયી બની જાય છે.

પુરુષોને આરાધના કરવી પડે છે શક્તિઓ આમંત્રિત કરવા અને શક્તિઓની ૨૪ વર્ષ સાધના કર્યા બાદ સર્વમાં વહેંચવાનો સ્ત્રીસુલભ ગુણ એમાં વિકસે છે. માટે જ સદગુરૂ “માઉલી” કહેવાય છે. એટલે કે સ્ત્રી શક્તિ વગર સદગુરુ પણ પોતાના પુર્ણત્વને પ્રાપ્ત નથી થતો. સદગુરુ પુરૂષની સાધના અને સ્ત્રીની પ્રેરણા બન્ને ગુણોનો સંગમ છે. સ્ત્રીનો આદર કરવા “શક્તિ માઁ ” એ એક જ સંબોધન ઉપયુક્ત છે.
આત્માથી તેને શક્તિ માનો અને શરીરથી માં, કેમ કે માતાથી પવિત્ર કોઈ સંબંધ હોઈ જ ન શકે. કહેવાય છે કે સ્ત્રી ક્ષણભરની પ્રેયસી અને અનંતકાળ માટે માતા હોય છે જે સત્ય છે....

આપના
બાબાસ્વામી

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें