સકારાત્મક અને નકારાત્મક ઊર્જાકેન્દ્રો


                 આજે સવારે જ્યારે ધ્યાન કર્યું તો ધ્યાનમાં કંઈક અલગ જ અનુભૂતિ થઈ. શરીર તો પોતાના જ સ્થાન પર હતું, આત્મા અલગ જ વિશ્વમાં ભ્રમણ કરી રહ્યો હતો. આત્માના પ્રવાસમાં અલગ અલગ ઊર્જાકેન્દ્રો બનેલાં નજરે આવ્યાં. કેટલાંક ઊર્જાકેન્દ્રો સકારાત્મક ઊર્જા આપનારાં હતાં તો કેટલાંક ઊર્જાકેન્દ્રો નકારાત્મક ઉર્જા આપનારાં હતા. નકારાત્મક ઊર્જાકેન્દ્રો નીચે તરફ હતાં, સકારાત્મક ઊર્જાકેન્દ્રો ઉપર તરફ હતાં. આ બંને જ પ્રકારનાં ઊર્જાકેન્દ્રો સ્વયં ઊર્જા આપવામાં અસમર્થ હતાં, પરંતુ પૃથ્વી પર જે કર્મ ઘટિત થાય છે, એ જ પ્રકારની ઊર્જા એ કર્મ કરનારાને મળતી હતી. આ ઊર્જાકેન્દ્રો ઘણાં મોટાં અને હતાં, સમજો કે પાવરહાઉસ જેટલાં વિશાળ હતાં. એટલે કે કોઈ પણ મનુષ્ય સકારાત્મક કાર્ય કરે છે, તેને આ સકારાત્મક ઊર્જાકેન્દ્રોમાંથી ઊર્જા મળતી હતી, જેથી તે અધિક સકારાત્મક કાર્ય કરે. કોઈ મનુષ્ય નકારાત્મક કાર્ય કરે છે, તો આ નકારાત્મક ઊર્જાકેન્દ્રોમાંથી ઊર્જા મળતી હતી કે તે નકારાત્મક કાર્ય હજુ વધારે કરે. નકારાત્મક ઊર્જાકેન્દ્રોની સંખ્યા પણ ઘણી હતી અને તે નકારાત્મક ઊર્જાકેન્દ્રોનું પ્રભાવક્ષેત્ર પણ ધણું મોટું હતું. અને એ કેન્દ્રની પાસે જવાથી મારા આત્માને એક પ્રકારનો મૂંઝારો થવા લાગ્યો, કારણ કે જે નકારાત્મક શક્તિઓની સામૂહિકતાથી તે કેન્દ્ર બન્યું હતું, તેનો પ્રભાવ ત્યાં જોઈ શકાતો હતો. પ્રાયઃ મોટાં મોટાં મહાનગરો પર નકારાત્મક ઊર્જાનાં કેન્દ્રો વધુ દેખાતાં હતાં. 

મનુષ્ય જીવનમાં જેવું જીવે છે અને ઘણીવાર જીવનથી પણ મોટી જ્યારે તેની ઇચ્છા હોય છે, ત્યારે આ  પ્રકારની ઊર્જાનું નિર્માણ થાય છે. જેમ કે વેરભાવ, આ કદી પણ જીવનની સાથે સમાપ્ત થતો નથી, ધૃણાનો ભાવ પણ જીવનની સાથે સમાપ્ત થતો નથી. આ પ્રકારનો ભાવ જ નકારાત્મક ઊર્જાનાં કેન્દ્રોનું નિર્માણ કરે છે. વાસનાનો ભાવ પછી તે શરીરસુખની વાસના હોય કે વ્યસન હોય, આ બંને ભાવ જીવન પછી પણ વિદ્યમાન રહીને નકારાત્મક ઊર્જાકેન્દ્રોનું નિર્માણ કરે છે.
 
 એટલે કે જે શહેરોમાં જ્યાં વૈચારિક પ્રદુષણ છે, એ જ શહેરોની ઉપર આકાશમાં નકારાત્મક ઊર્જાકેન્દ્રોનું પ્રદુષણ છે અને આ જ કારણ છે, મહાનગરોમાં અપરાધો વધી રહ્યા છે. આ નકારાત્મક ઊર્જાકેન્દ્રોની નિર્મિતિ નકારાત્મક સામૂહિકતાને કારણે જ થઈ છે અને પછી એ નકારાત્મક કાર્ય કરનારાને પ્રોત્સાહન પણ આપે છે. કોઈ નકારાત્મક વિચાર પણ કરે તો આ નકારાત્મક ઊર્જાકેન્દ્રોમાંથી તેને નકારાત્મક ઊર્જા મળવાનો પ્રારંભ થાય છે. એક નકારાત્મક વિચાર આવ્યો તો બીજો નકારાત્મક વિચાર આ કેન્દ્રોને કારણે આવે છે. આ નકારાત્મક શક્તિઓનાં કેન્દ્રો કોઈ પણ નકારાત્મક વિચાર કરનાર ને મનુષ્યનો હાથ પકડવા માટે સદૈવ તૈયાર જ રહે છે. આ જ કારણ છે, એક નકારાત્મક વિચાર આવ્યો તો તેની સાથે નકારાત્મક વિચારોની શૃંખલા જ પ્રારંભ થઈ જાય છે. જે વિચાર કરે છે, તેને જ નકારાત્મક વિચારો અધિક આવે છે. મનુષ્યના વિચારો જ આ નકારાત્મક ઊર્જાકેન્દ્રોની નિર્મિતિનું કારણ છે. ભવિષ્યમાં જ્યારે બુદ્ધિનો અધિક વિકાસ થશે, ત્યારે આ વિચારોનો પણ વિકાસ થશે. અને વિચારોનો પણ વિકાસ થશે તો આ નકારાત્મક ઊર્જાનાં કેન્દ્રો અધિક શક્તિશાળી થઈ જશે. ૨૨મી સદીની આ ખૂબ મોટી સમસ્યા હશે. આનો આંશિક પ્રભાવ તો ૨૧મી સદીમાં દેખાવાનો પ્રારંભ થશે.

- પરમ પૂજ્ય સદગુરુ શ્રી શીવકૃપાનંદ સ્વામીજી
હિમાલયનો સમર્પણ યોગ ભાગ - ૬


વધુ વાંચવા બુક લિંક 【લિંક પર ક્લિક


 

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें