આત્મા ની ભાષા - આશીર્વચન

મધુચૈતન્ય , જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 2002
હમણાં હાલમાં જ પેનરૂ સેન્ટરમાં મારી યુ. કે અને જર્મનીના પ્રચારો સાથે પ્રથમ પ્રચારક શિબિર સંપન્ન થઈ. એક માતા ખુબ મહેનતથી પોતાના બાળકો માટે ખાવાનું બનાવે છે અને બાળકો પણ પ્રેમથી ભરપેટ ખાવાનું આરોગી પ્રસન્ન થઈ રમવા ચાલ્યા જાય છે. બસ, બરાબર એવી માતાનો ભાવ આજે મારો છે.

ગુરુનું કાર્ય બરાબર આ પ્રકારનું છે, જે પ્રકારે એક મધમાખી અનેક ફૂલો પર ભ્રમણ કરી, ખૂબ મહેનતથી મધ એકઠું કરે છે, તે જ પ્રમાણે ગુરુ, પણ અનેક ગુરુઓ પાસે જઈ અનેક પ્રકારની વિભિન્ન સાધના કરી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ બ્રહ્મજ્ઞાન એ એવું જ્ઞાન છે, જે ગુરુઓના માધ્યમથી આખાય બ્રહ્માંડમાંથી મેળવાયેલું છે. આખાય બ્રહ્માંડની શક્તિ ‘પ્રેમ’ છે, જે જોડવાવાળી શક્તિ છે, જે તેણે પ્રત્યેક માનવીને આપી છે. આજે આ પ્રેમશક્તિનાં સંતુલન પર સમગ્ર બ્રહ્માંડ આધારિત છે. અને આજે તે જ સંતુલનને કાયમ રાખવા પ્રેમસાધનાની આવશ્યકતા છે. પ્રેમ માણસનો નૈસર્ગિક સ્વભાવ છે. નિસર્ગ થકી માણસ પ્રેમ કરતાં શીખ્યો છે. પ્રેમની અભિવ્યકિત માટે કોઈ ભાષાની જરૂર નથી. પ્રેમ આત્માની અભિવ્યક્તિ છે.

આત્માની ભાષા ચૈતન્યની ભાષા છે. એકવાર આપને આ ભાષાનું જ્ઞાન થઈ જાય તો પછી કોઈ ભાષાની આવશ્યકતા રહેતીનથી.

આ જ્ઞાન પુસ્તકોથી પ્રાપ્ત નથી થતું. માટે આવશ્યક છે એક ગુરુની શોધ, જેણે આ જ્ઞાન ફક્ત ચૈતન્યની શક્તિથી પ્રાપ્ત કર્યુ છે. આ જ્ઞાન તે ગુરુના કણકણમાં વ્યાપ્ત છે. અને તે કણકણથી પ્રકટ થાય છે કેમકે આ ગુરુનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. આવા જ ચૈતન્યના કણોને જોડીને જોઈએ તો એ જ ગુરુ છે. એટલે આવા ચૈતન્યના કણોંનો સમૂહ જ ગુરુ છે.
આપના,
બાબા સ્વામી 

समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें